-
ભિક્ષુ અખંડાનંદ પુણ્યતિથિ
ભિક્ષુ અખંડાનંદ પુણ્યતિથિ
સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્યની પ્રકાશન પાછળ જેમની પ્રેરણા સદાય સૌને માર્ગદર્શન બની રહી છે તેવા ભિક્ષુ અખંડાનંદનો જન્મ ૩ જાન્યુઆરી,૧૮૭૪ ના રોજ ગુજરાતના ચરોતરના બોરસદ ગામમાં લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ હતું. પિતાનું નામ જગજીવનરામ ઠાકર અને માતાનું નામ હરિબા હતું.
ભિક્ષુ અખંડાનંદે માત્ર પાંચ ધોરણ ભણીને અભ્યાસ છોડી દીધો હતો. લલ્લુભાઈ વાંચનના એટલા બધા શોખીન કે દુકાનમાં બેસાડો તો વેપાર કરવાને બદલે કોઈ ખૂણામાં જઈ ચોપડી લઈ બેસી જાય. લલ્લુભાઈને નાનપણથી જ સાધુનો સંગ પ્રિય હતો. ક્યાંય કથાકીર્તનનો ચાલતાં હોય તો એ ભાઈ વેપાર ધંધો એકબાજુ મૂકી ત્યાં જ જોવા મળે. લલ્લુભાઇએ જુદા જુદા વ્યવસાય કર્યા પરંતુ પાછળથી મન વૈરાગ્ય તફ વળતાં અમદાવાદ આવીને ઈ.સ ૧૯૦૪માં મહા વદ તેરસને શિવરાત્રીના દિવસે સાબરમતીને કિનારે વૃદ્ધ સંન્યાસી શિવાનંદજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને ત્યાર પછી તેમનું નામ અખંડાનંદ પડ્યું. એ જમાનામાં સારા પુસ્તકો બહુ મોંઘા મળતા અને ભાષાકીય દ્દષ્ટિએ પણ ભારેખમ. આ બધાં અવલોકનો પછી એમણે 'સસ્તુ સાહિત્ય' શરૂ કર્યુ. સસ્તા ભાવે કાગળ અને બીજી સામગ્રી મેળવવા સતત પ્રવાસ ખેડતા. તેમને ખૂબ ગમેલા ભાગવતના એકાદશ સ્કંધંનું તેમણે પ્રકાશન કર્યુ. સંસ્કૃત ધર્મ-ગ્રંથો, નીતિશાસ્ત્ર, બાળકથાઓ અને મહિલા ઉપયોગી વિવિધ ગ્રંથો સરળ ભાષામાં અને સસ્તા દરે ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા સફળ પ્રયત્નો કર્યા.
'અખંડાનંદ' સામયિકે ગુજરાતનું સંસ્કાર ઘડતર કર્યું છે. ગીતા સહિત ધર્મ સંસ્કારના પુસ્તકોની ૫૪૦૦૦ નકલો માત્ર સાડા ત્રણ વર્ષમાં જ વેચીને વિક્રમ સજર્યો. એમ.જે.પુસ્તકાલયને તેમણે વિવિધ ભાષાના દસ હજાર પુસ્તકો ભેટમાં આપીને ઉદ્દાત્ત ભાવનાનું દ્દષ્ટાંત પૂરું પાડયું છે. અખંડાનંદે આર્યુવેદિક કોલેજની સ્થાપના પણ કરી હતી. જ્ઞાનની પરબ માંડનાર ભિક્ષુ અખંડાનંદનું ૪ જાન્યુઆરી,૧૯૪૨ ના રોજ અવસાન થયું હતું. આખરે અખંડ હતું તે અખંડ રહ્યું અને ખંડિત હતું તે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય સેવા અમર અને અજોડ છે. આજે પણ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં સ્વામી અખંડ આનંદ માર્ગ ઉપર અખંડ આનંદ નામનો હોલ છે, ત્યાં સસ્તું સાહિત્ય વર્ધકની ઓફિસ આવેલી છે.