-
બરકતઅલી વરાણી પુણ્યતિથિ
બરકતઅલી વરાણી પુણ્યતિથિ
ગુજરાતી ગઝલ સાહિત્યમાં સદાને માટે અમર થઇ ગયેલું નામ એટલે જનાબ બરકતઅલી ગુલામહુસેન વિરાણી. તેઓ તેમના ઉપનામ "બેફામ" થી વધુ જાણીતા છે. તેમનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા. તેઓ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે પ્રથમ ગઝલ લખી એ અરસામાં કિસ્મતભાઈ તેમના ગઝલગુરુ બન્યા. બેફામ તેમની પાસેથી ગઝલનું શાસ્ત્રીય શિક્ષણ મેળવ્યું. આ પાણીદાર ગઝલકારને મુંબઈ લઈ જવાનું માન ગઝલસમ્રાટ સ્વ. શયદાને ફાળે જાય છે. તે વખતના લોકપ્રિય સામયિક 'બે ઘડી મોજ' અને 'વતન' માં તેમણે કામ કર્યું. આકાશવાણી સમાચાર વિભાગમાં સ્ક્રિપ્ટ એડિટર તરીકે જવાબદારી સંભાળી.
બેફામના ગઝલસંગ્રહો 'માનસર', 'ઘટા', તથા 'પ્યાસ'ની એકથી વધુ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે. તેમનો છેલ્લો સંગ્રહ 'પરબ' પણ પ્રસિદ્ધ થયો છે. ગુજરાતી ગઝલોમાં અત્યંત સરળતા ઉપરાંત ઊંચું દર્દ ઘૂંટી શકેલા શાયરોમાં 'બેફામ' નું નામ સૌથી પ્રથમ મૂકવું પડે. એટલું જ નહિ, ગઝલના મક્તામાં મૃત્યુ અંગેનો શેર મૂકીને જીવનની ફિલસૂફી રજૂ કરી દેવાની એમની નજાકત બીજા કોઈ ગુજરાતી શાયરમાં ભાગ્યે જ જોવા મળે. તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરામાં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી, કુળવધુ, જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.
ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા. આગ અને અજવાળા અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ તેમની નવલકથા છે. ૨ જાન્યુઆરી,૧૯૯૪ ના રોજ મુંબઇ ખાતે જયારે તેમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે ગુજરાતી ગઝલનો તખતો સૂનો થઈ ગયો, પણ એમની એક ગઝલના શેરમાં કહેતા ગયા છે : "આ બધા 'બેકામ' જે આજે રડે છે મોત પર, એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”