એમેઝોને AI-સંચાલિત નવા એલેક્સા ટેબલેટ્સ લોન્ચ કર્યા
એમેઝોને નવા એલેક્સા ટેબલેટ્સની રેન્જ લોન્ચ કરી છે, જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે અને ગૂગલ પ્લે સ્ટોરનો સપોર્ટ કરશે. આ ટેબલેટ્સ ₹22,000 થી ₹53,000 સુધીના ભાવે ઉપલબ્ધ થશે અને તેમાં એમેઝોનનું જનરેટિવ AI આસિસ્ટન્ટ એલેક્સા+ ફીચર પણ હશે. કંપનીનો દાવો છે કે બેટરી ૨૦ કલાક સુધી ચાલશે. આ ટેબલેટ્સ શરૂઆતમાં અમેરિકા, યુરોપ અને એશિયાના અમુક દેશોમાં લોન્ચ થશે, ભારતમાં લોન્ચ અંગે સ્પષ્ટતા નથી.
