ઉમરાળા પાસેથી ૧૨ ગૌવંશની ગેરકાયદે હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા
ભાવનગર જિલ્લાના ઉમરાળા નજીક બેન્ચા ચોકડી પાસેથી પોલીસે ક્રૂરતાપૂર્વક ૧૨ ગૌવંશની ગેરકાયદે હેરાફેરી કરતા બે શખ્સોને આઈશર ટ્રક સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ડ્રાઈવર અને ક્લીનર સહિત ત્રણ સામે ગુનો નોંધી રૃ. ૮.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગૌવંશ અમરેલીથી મહારાષ્ટ્ર મોકલાતા હતા, અને બચાવેલા પશુઓને પાંજરાપોળમાં ખસેડાયા છે.
