વડોદરામાં રાજધાની ટ્રેક પર તમામ 14 પોર્ટલ બીમનું જટિલ એન્જિનિયરિંગ કામ પૂર્ણ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં દિલ્હી-મુંબઈ રાજધાની મેઈન લાઈન પર 14 પોર્ટલ બીમનું જટિલ એન્જિનિયરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કાર્ય ગીચ વસ્તી અને વ્યસ્ત રેલવે નેટવર્ક વચ્ચે, પાંચ રેલવે લાઈનોને ક્રોસ કરીને કરવામાં આવ્યું છે. 1500 ટન વજન ધરાવતા બીમનું સ્થળ પર જ કાસ્ટિંગ કરાયું છે, જે બુલેટ ટ્રેન કોરિડોરના સૌથી જટિલ સ્ટ્રક્ચરલ કામનો એક ભાગ છે.
