નિપુણ પખવાડિયાના કારણે પરીક્ષા નજીક વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસરની ચિંતા
સુરત શિક્ષણ સમિતિની શાળાઓમાં પરીક્ષા નજીક હોવા છતાં શિક્ષકોને નિપુણ પખવાડિયા હેઠળ બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ શેરીઓ અને બજારોમાં યોજાય છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પૂર્ણ કરાવવા અને પુનરાવર્તન કરાવવા પર અસર થવાની ભીતિ છે. શિક્ષકો પર પ્રવૃત્તિઓની નોંધ, ફોટોગ્રાફ અને અહેવાલ તૈયાર કરવાની જવાબદારી પણ છે.
