પારડી પોલીસે ગાંજાની હેરાફેરી પકડી:બે શખ્સો પાસેથી 2.133 કિલો ગાંજો જપ્ત, મોટરસાયકલ અને મોબાઈલ સહિત 1.03 લાખનો મુદ્દામાલ કબજે
Published on: 15th June, 2025
વલસાડ જિલ્લા એસઓજી પોલીસે પારડી વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વલસાડના એસપી ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના મુજબ એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ કામગીરી કરી છે. પીઆઈ એ.યુ.રોઝના નેતૃત્વમાં એસઓજી ટીમે ઉમરસાડી ગામના માછીવાડ રોડ પર સાંઈનાથ એપાર્ટમેન્ટની બાજુમાંથી બે શખ્સોને પકડ્યા છે. આરોપીઓમાં આકાશ મહેશભાઈ ધોડી પટેલ (ઉંમર 25, રહે. ડુંગરી ફળિયા, દમણી ઝાપા) અને પ્રિતેશ શિવાભાઈ પુજારી (ઉંમર 23, રહે. ઉમરસાડી ગામ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.133 કિલો ગાંજો (કિંમત રૂ.21,330), મોટરસાયકલ (કિંમત રૂ. 80,000) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ.2000) મળી કુલ રૂ.1,03,330નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી)(II)(B) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ એસઓજી પોલીસની આ કામગીરીથી ગાંજાની હેરાફેરીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.