Logo Logo
News About Us Contact Us
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • News18 ગુજરાતી
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • Indian Express ગુજરાતી
  • ગુજરાતી OneIndia
  • News Kida
  • Trending
  • News Sources
Trending હવામાન રાજકારણ Crime જ્યોતિષ અમદાવાદ પ્લેન ક્રેશ ગુજરાત દેશ દુનિયા ઓપરેશન સિંદૂર કૃષિ રમત-જગત વેપાર સ્ટોક માર્કેટ પર્સનલ ફાઇનાન્સ Science & Technology મનોરંજન બોલીવુડ Career Education જાણવા જેવું સ્વાસ્થ્ય ધર્મ
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા PI આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, APC હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Published on: 04th July, 2025

Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા

Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.

મોહમ્મદ શમી માસિક ભરણપોષણ ભથ્થા તરીકે ૪ લાખ ચુકવશે

2018 માં, હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા હાઈકોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની અલગ રહેતી પત્ની હસીન જહાં અને પુત્રીને દર મહિને ₹4 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ અજોય કુમાર મુખર્જીની બેન્ચે હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો અને ભારતીય ક્રિકેટરને તેની પત્નીને ₹1.5 લાખ અને તેની પુત્રીને ₹2.5 લાખ માસિક ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

Published on: 02nd July, 2025

બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે CATનો ચુકાદો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (CAT) RCB ને જવાબદાર ઠેરવ્યું છે. CATએ કહ્યું કે, ‘આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું. જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ પણ માણસ છે, તે ભગવાન કે જાદુગર નથી કે, એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.

જાણો PM મોદીના 5 દેશોના વિદેશ પ્રવાસ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2થી 10 જુલાઈ દરમિયાન ઘાણા, ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમ્યાન પીએમ મોદી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, આર્થિક સહયોગ વધારવા અને વ્યૂહનૈતિક સહભાગિતાના નવા માર્ગો શોધવા પર ભાર આપશે. ઘાણા અને ત્રિનિદાદમાં ભારતીય મૂળના લોકોના સંસ્કૃતિક જોડાણોને મજબૂત કરવામાં આવશે, જયારે આર્જેન્ટિના અને બ્રાઝિલમાં મુખ્યત્વે લિથિયમ, કૃષિ, ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારીની ચર્ચા થશે. બ્રાઝિલમાં BRICS સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર નેતાઓ સાથે બેઠક થશે. નામિબિયા સાથેના સંબંધો પણ વેપાર અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.

Published on: 01st July, 2025

પ્રધાનમંત્રી શ્રી એ આજે ડોક્ટર્સ ડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે અને ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. તેમણે ડોક્ટરોને “સ્વાસ્થ્યના રક્ષક અને માનવતાના સ્તંભ” તરીકે વખાણ્યા અને તેમની કરુણા, કુશળતા તથા મહેનતની પ્રશંસા કરી. સીએ દિવસ પર મોદીએ જણાવ્યું કે તેમના દ્વારા અપાતી ચોકસાઈ અને પારદર્શિતા દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. સાથે જ પીએમએ ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર સફળતાની પ્રશંસા કરી અને કહ્યું કે ડિજિટલ ટેક્નોલોજીથી કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને ભારત ડિજિટલ પેમેન્ટમાં આગવું સ્થાન ધરાવે છે.

તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો.

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના ફેક્ટરી દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. PM નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને પીએમ રાહત કોષમાંથી ₹2 લાખ અને ઘાયલ મજૂરોને ₹50,000 સહાય જાહેર કરી છે. PMએ X પર લખ્યું કે તેઓ દુઃખી છે અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરે છે. તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ પણ દિલ્હી ખાતે પીએમની મુલાકાત લીધી હતી.

દેશનું પ્રથમ ઈ-વોટિંગ કરનારું રાજ્ય બિહાર બન્યું.

ભારતની પ્રથમ ઈ-વોટિંગ એપ બિહારમાં લોન્ચ થઈ. ઈ-વોટિંગમાં વોટ કરનાર પ્રથમ મહિલા વોટર વિભાકુમારી બન્યા. જ્યારે ઈ- વોટિંગ કરનાર પ્રથમ પુરુષ મુન્નાકુમાર બન્યા. નવી ઈ-વોટિંગ સેવા લોકશાહી પ્રક્રિયાને વધુ સુરક્ષિત રાખવા મદદરૂપ થશે. Blockchain ટેકનોલોજી ની મદદથી મતો એક સુરક્ષિત, અપરિવર્તનશીલ સિસ્ટમમાં રેકોર્ડ અને સંગ્રહિત થાય છે. ડિજિટલ સ્કેનિંગ અને OCR (ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન) મતોની સચોટ ગણતરી કરવામાં મદદ કરે છે.

Published on: 29th June, 2025

અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે… શુભાંશુ શુક્લાએ PM મોદી સાથેની કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે કરવામાં આવેલી વાતચીત દરમિયાન અનેક રોચક પ્રશ્નો કર્યા અને તેમને ભારતની નવી પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્યા. શુક્લાએ જણાવ્યું કે અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે અને તેને જોવા એક અનોખો અનુભવ છે. પીએમએ ગાજરના હલવા વિશે પૂછતાં શુક્લાએ હસતાં જવાબ આપ્યો કે તેઓ મગ અને ગાજરનો હલવો સાથે લાવ્યા છે અને તમામ સાથીઓ સાથે શેર કર્યો છે. પૃથ્વીની 400 કિમી ઉંચાઈએ પૃથ્વી પરિભ્રમણ કરતી આ યાત્રાને તેઓ ફક્ત પોતાનું નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ ગણાવે છે. તેમણે જણાવ્યું કે તેઓ પ્રતિ કલાકે લગભગ 28,000 કિમીની ઝડપે આગળ વધી રહ્યા છે અને દિવસે 16 વખત સૂર્યોદય-સૂર્યાસ્તનો અનુભવ કરે છે. પીએમએ આ યાત્રાને "ધરતી માતાની પરિક્રમા" ગણાવી અને શુભાંશુને અભિનંદન પાઠવ્યા.

ભ્રષ્ટાચાર કૌભાંડમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ

ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂ. 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં તાજેતરમાં મહત્ત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. 26 જૂને કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાને ગીર સોમનાથથી અને 27 જૂને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ભરૂચ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હીરા જોટવા અને તેમના પરિવારજનોના ખાતામાં ખોટા જોબકાર્ડ અને મટીરીયલ વિના રકમ ટ્રાન્સફર કરાઈ હતી. હીરા જોટવાના નામે જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ મનરેગાનું કામ સંભાળતી હતી. દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા, અને બે દિવસ પહેલાં જ તેઓએ વિજયની ઉજવણી પણ કરી હતી. આરોપીઓ સામે કોર્ટમાં રજૂઆત બાદ છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

Published on: 27th June, 2025

AAP સરકારમાં મંત્રીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ

આમ આદમી પાર્ટી (AAP) સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્વાજ સામે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ(ACB) કેસ નોંધ્યો છે. દિલ્હીમાં ૫૫૯૦ કરોડ રૂપિયાના હોસ્પિટલ બાંધકામ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના નેતા અને વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં અનિયમિતતાઓ, મંજૂરી વિના બાંધકામ અને પૈસાનો દુરુપયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. ૨૦૧૮-૧૯માં, દિલ્હી સરકારે ૨૪ હોસ્પિટલ પ્રોજેક્ટ્સ (૧૧ નવી હોસ્પિટલો અને ૧૩ જૂની હોસ્પિટલોનું વિસ્તરણ) માટે ૫૫૯૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.

Published on: 26th June, 2025

ગુજરાત પોલીસમાંથી રાજનેતા બનેલા અડીખમ નેતાઓ.

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલ સામે ભવ્ય જીત મેળવી છે. ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય બનનાર પાંચમા નેતા બન્યા છે. તેમની પહેલા સી.આર. પાટિલ 2009માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા, જેઠા ભરવાડ 1998માં, ભવાન ભરવાડ 2002માં અને શ્યામજી ચૌહાણ 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

Published on: 25th June, 2025

કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કારભાર શૈલેષ પરમારને સોંપાયો.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદે થી રાજીનામું આપ્યું. કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કારભાર શૈલેષ પરમારને સોંપાયો. વર્તમાનમાં તેઓ અમદાવાદની દાણીલીમડા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તેઓ કોંગ્રેસમાંથી ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨માં ચૂંટાયા હતા.

Published on: 23rd June, 2025

‘તે નજીક આવી રહ્યો છે, મને સારું લાગતું નથી’, સોનમ અને રાજની સનસનીખેજ ચેટ સામે આવી

રાજા રઘીવંસી મર્ડર કેસ માં સોનમ રઘુવંશીએ, જે રાજા રઘુવંશીની હત્યાની આરોપી છે, તેની હનીમૂન દરમિયાન મેઘાલય માં પતિ સાથે થયેલા લગ્ન પછી માત્ર ત્રણ દિવસમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યા માટે ષડયંત્ર રચ્યુ હતું . તેમના ગૂઢ અને સંસનીખેજ ચેટ્સ સામે આવી છે, જેમાં તે આ વાતની વિગતો વિશે ચર્ચા કરતાં દેખાઈ છે.

Published on: 10th June, 2025
Read More at Indian Express ગુજરાતી

Sashidhar Jagdishan: શશિધર જગદીશન કોણ છે અને તેઓ પર લાગાયેલા નાણાકીય છેતરપિંડીના આરોપો

HDFC bank ના MD અને CEO, શશિધર જગદીશન, લીલીવતી ટ્રસ્ટ સંબંધિત આરોપો બાદ મહેતા પરિવારે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. નાણાકીય છેતરપિંડીના ગંભીર આરોપો વચ્ચે આ ટોચના બેંકિંગ એક્ઝિક્યુટિવ કોણ છે અને તેમની પાછળની કહાની શું છે તે વિષયમાં વિગતમાં જાણો.

Published on: 09th June, 2025

Today's Gujarat Weather | આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, આજે અહીં ભારે વરસાદની આગાહી

Gujarat Today Weather Forecast Update મુજબ રાજ્યમાં દિવસ દરમિયાન ગરમી અને સાંજમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે અને મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આજનો દિવસ બેવડી ઋતુનો અનુભવ કરાવતો રહેશે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના સાથે હવામાન સંજોગોમાં સુધારો થવાની અપેક્ષા છે. લોકોને મુખ્યત્વે ગરમી અને વરસાદ બંને માટે સાવચેત રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.

Published on: 05th June, 2025

newskida .in
  • About Us
  • Privacy Policy
  • Terms of Use

© 2025 News Kida. All rights reserved.