દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી: 12થી 18 જૂન સુધી વરસાદનું વિસ્તરણ, ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું
Published on: 10th June, 2025
હવામાન વિભાગ મુજબ, આજ રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થશે. ચોમાસું હવે મુંબઈ સુધી પહોંચ્યું છે અને 12થી 18 જૂનથી પશ્ચિમી પવન મજબૂત થવાથી વરસાદ વધુ વિસ્તરશે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 13 અને 14 જૂનના રોજ ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. 15 જૂન સુધીના વરસાદના વિસ્તારોની માહિતી ગ્રાફિક્સમાં દર્શાવવામાં આવી છે.