દિલ્હી-NCRમાં વરસાદ, 100 kmphની ઝડપે પવન ફૂંકાયો: મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં પ્રી-મોન્સૂન એક્ટિવ; ગુજરાત- UPમાં વીજળી પડવાથી 10ના મોત
Published on: 15th June, 2025
દિલ્હી અને સમગ્ર NCRમાં શનિવાર (ગઈ રાત)થી ભારે વરસાદ, વાવાઝોડા અને 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વૃક્ષો પડી ગયા છે. આજે રાજસ્થાનના તમામ 25 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. શનિવારે પણ ગંગાનગર, ચુરુ, બિકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાયું અને ભારે વરસાદ પડ્યો. કોટામાં વાવાઝોડા અને વરસાદને કારણે એક ઘરની બાલ્કની તૂટી પડી હતી. બીજી તરફ, શનિવારે મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વાવાઝોડું આવ્યું હતું. હવામાન વિભાગે રવિવારે ભોપાલ અને ઇન્દોર સહિત 47 જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. શનિવારે સાંજે ઉત્તરપ્રદેશમાં થયેલા વરસાદને કારણે સિદ્ધાર્થનગર અને હમીરપુરમાં વીજળી પડવાની ઘટનાઓ બની હતી. આમાં 5 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે આજે 18 જિલ્લામાં હીટવેવ એલર્ટ અને 47 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ગઈ રાતે ભારે વરસાદ પડયો હતો. રાજકોટમાં વીજળી પડવાથી એક, દાહોદમાં 2, માંગરોલમાં 1 અને કલોલ તાલુકાના મોકડ ગામના સરપંચનું મોત થયું છે.