મણિપુરમાં 328 હથિયારો અને દારૂગોળો જપ્ત:SLR-INSAS જેવી રાઇફલ્સ પણ મળી; સુરક્ષા દળોએ 5 જિલ્લામાં દરોડા પાડ્યા હતા
Published on: 15th June, 2025
મણિપુરમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, 328 હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં સેલ્ફ લોડિંગ રાઇફલ્સ (SLR) અને INSAS જેવી રાઇફલ્સનો સમાવેશ થાય છે. મણિપુર પોલીસના ADGP લ્હારી દોરજી લ્હાતુએ જણાવ્યું હતું કે પોલીસ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF), આર્મી અને આસામ રાઇફલ્સની સંયુક્ત ટીમે 13-14 જૂનની રાત્રે પાંચ જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આમાં, 151 SLR રાઈફલ્સ, 65 INSAS રાઈફલ્સ, 6 AK સીરીઝની રાઈફલ્સ,2 અમોઘા રાઈફલ્સ, એક AR-15 રાઈફલ, 5 કાર્બાઇન ગન, 2 MP5 ગન, 12 લાઇટ મશીન ગન (LMG), 6 પિસ્તોલ અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 591 મેગેઝિન અને હજારો રાઉન્ડ (ગોળીઓ) જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં 3534 SLR રાઉન્ડ, 2186 INSAS રાઉન્ડ, 234 AK રાઉન્ડ, 407 Amog રાઉન્ડ, .303ના 2252 રાઉન્ડ અને 9 mmના 20 રાઉન્ડનો સમાવેશ થાય છે. ઓપરેશનમાં 10 ગ્રેનેડ, ત્રણ લેથોડ્સ, સાત ડેટોનેટર અને ત્રણ પેરા શેલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હથિયારોની 5 તસવીરો... 10 દિવસ પહેલા 8 જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સેના અને આસામ રાઇફલ્સે મણિપુર પોલીસ, CRPF, BSF અને ITBP સાથે મળીને 26 મે થી 5 જૂન દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, ગુપ્ત માહિતીના આધારે કાંગપોકપી, થૌબલ, કાકચિંગ, તેંગનોપાલ, બિષ્ણુપુર, જીરીબામ, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેના પરિણામે 23 કેડરની ધરપકડ કરવામાં આવી હતી અને 40 હથિયારો, નવ ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ડિવાઈસ (IED), ગ્રેનેડ, દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ચાડોંગમાં, સેનાએ કુલ 35 કિલો વિસ્ફોટકો સાથે 05 IED જપ્ત કર્યા હતા. બે 12 બોરની રાઈફલ, વિસ્ફોટકો, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી મળી આવી. ચુરાચાંદપુર જિલ્લાના ખુઆંગમુનમાં 1 જૂનના રોજ બે IED, એક 303 રાઈફલ, ચાર સિંગલ બેરલ રાઈફલ, ત્રણ ઈમ્પ્રુવાઇઝ્ડ મોર્ટાર (પોમ્પી), દારૂગોળો અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી. 7 જૂને મૈઇતેઇ નેતાની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી 7 જૂને મૈઈતેઈ નેતા અશેમ કનનસિંહ ની ધરપકડ બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. ઇમ્ફાલના ઘણા વિસ્તારોમાં વાહનો સળગાવવામાં આવ્યા હતા, રસ્તાઓ પર ટાયર અને જૂના ફર્નિચર પણ સળગાવવામાં આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ ઉપરાંત, વિરોધીઓએ પેટ્રોલ છાંટીને પોતાને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સીબીઆઈ દ્વારા અશેમની ધરપકડ કરવામાં આવી હતી. તે મણિપુર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કારણે તેને માર્ચમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે અરંબાઈ ટાંગોલ (એટી)નો સભ્ય હતો અને પોલીસમાં હતો ત્યારે સરહદ પારથી હથિયારોની દાણચોરી કરતો હતો. 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન, 15 જૂન સુધીમાં નવી સરકાર રચાય તેવી શક્યતા મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, પરંતુ વર્તમાન વિધાનસભાનું વિસર્જન થયું નથી. તે ફક્ત સ્થગિત છે. જોકે, 30 એપ્રિલે 21 ધારાસભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર મોકલીને રાજ્યમાં તાત્કાલિક લોકપ્રિય સરકારની રચનાની માંગ કરી હતી. આ પત્ર પર ભાજપના 14 ધારાસભ્યોએ સહી કરી છે. આ પછી, 28 મેના રોજ ઇમ્ફાલ રાજભવન માં NDA ના 10 ધારાસભ્યો રાજ્યપાલ અજય ભલ્લાને મળ્યા. આ ધારા સભ્યો માંથી એક ધારાસભ્યએ ભાસ્કરને જણાવ્યું, 'નવી સરકાર બનાવવા પર ચર્ચા થઈ છે. એવી અપેક્ષા છે કે 15 જૂન સુધીમાં સરકાર બની જશે.'