ડાંગ : સાપુતારામાં સતત બીજા દિવસે વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું
Published on: 15th June, 2025
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ગિરિમથક સાપુતારા, આહવામાં અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે.
વિસાવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન;નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાંસદા, ચીખલી અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં વાદળછાયા વાતાવરણને પગલે લોકોને બફારાથી રાહત મળી છે. વિસાવદર પંથકમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિત ગ્રામમાં વરસાદ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નવસારી,વલસાડ,દમણ, દાદરાનગર હવેલી,અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અડાજણ, જહાંગીરપુરા,રાંદેર, વેસુ, કતારગામ, ખટોદરા, પીપલોદ, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા,કાપોદ્રા, ઉંધના, ડિંડોલી વિસ્તારમાં વરસાદને લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.