Logo Logo
News About Us Contact Us
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • News18 ગુજરાતી
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • Indian Express ગુજરાતી
  • ગુજરાતી OneIndia
  • News Kida
  • Trending
  • News Sources
Trending રમત-જગત સ્ટોક માર્કેટ Education જાણવા જેવું અમદાવાદ પ્લેન ક્રેશ હવામાન રાજકારણ ગુજરાત દેશ દુનિયા Crime ઓપરેશન સિંદૂર કૃષિ વેપાર પર્સનલ ફાઇનાન્સ Science & Technology મનોરંજન બોલીવુડ Career સ્વાસ્થ્ય ધર્મ જ્યોતિષ
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ

માત્ર 24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ. IAS નેહા બ્યાડવાલને પ્રોબેશનમાં ભરૂચમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. નેહા બ્યાડવાલનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો, જ્યારે ઉછેર છત્તીસગઢમાં થયો છે. IAS નેહાએ UPSCની પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા, જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે.

Published on: 03rd July, 2025

મોહમ્મદ શમી માસિક ભરણપોષણ ભથ્થા તરીકે ૪ લાખ ચુકવશે

2018 માં, હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા હાઈકોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની અલગ રહેતી પત્ની હસીન જહાં અને પુત્રીને દર મહિને ₹4 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ અજોય કુમાર મુખર્જીની બેન્ચે હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો અને ભારતીય ક્રિકેટરને તેની પત્નીને ₹1.5 લાખ અને તેની પુત્રીને ₹2.5 લાખ માસિક ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

Published on: 02nd July, 2025

બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે CATનો ચુકાદો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (CAT) RCB ને જવાબદાર ઠેરવ્યું છે. CATએ કહ્યું કે, ‘આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું. જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ પણ માણસ છે, તે ભગવાન કે જાદુગર નથી કે, એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.

આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.
આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.

રેલ મુસાફરી મોંઘી છે: AC માં 1000 કિમીની મુસાફરી માટે તમારે ₹20 વધુ ચૂકવવા પડશે. તત્કાલ ટિકિટ બુકિંગ: આધાર IRCTC એકાઉન્ટ સાથે લિંક થયેલ હોવો જરૂરી. પાન કાર્ડના નિયમો: જો તમારી પાસે આધાર નથી, તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં. MGની કાર મોંઘી: કંપનીએ કિંમતોમાં 1.5% સુધીનો વધારો કર્યો. UPI ટ્રાન્ઝેક્શન: હવે પેમેન્ટ કરતી સમયે અસલી રિસીવરનું નામ દેખાશે.ગેસ સિલિન્ડર સસ્તો: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹58.50નો ઘટાડો.

Published on: 01st July, 2025

મહેન્દ્ર સિંહ ધોનીએ રજીસ્ટર કરાવ્યો 'કેપ્ટન કૂલ' ટ્રેડમાર્ક

ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ‘કેપ્ટન કૂલ’ નામે ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવવા માટે રજિસ્ટ્રી પોર્ટલ પર અરજી કરી છે. ધોનીએ આ ટ્રેડમાર્ક ખાસ કરીને રમતગમત તાલીમ, તાલીમ માટેની સુવિધાઓ અને રમતગમત કોચિંગ સેવાઓ માટે નોંધાવ્યો છે. ધોનીને દુનિયાભરમાં તેમના શાંત સ્વભાવ અને કુશળ નેતૃત્વ માટે ઓળખવામાં આવે છે, અને ‘કેપ્ટન કૂલ’ નામ તે માટે ખૂબ લોકપ્રિય છે. હવે આ નામધારી સેવાઓ ધોનીના બ્રાન્ડ સાથે સાંકળાયેલી રહેશે. રમતગમત ક્ષેત્રે તેમના અનુભવ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ ટ્રેડમાર્ક વ્યવસાયિક રીતે મહત્વપૂર્ણ બની રહેશે. આનાથી તેમની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થશે.

Published on: 30th June, 2025

તો શું રાજ્ય ના નવા DGP બનશે મનોજ અગ્રવાલ?

આજે (૩૦ જુન, ૨૦૨૫) ગુજરાત રાજ્યના વર્તમાન DGP વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે. જો DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્ટેન્શન મળે તો એમના પછીના સિનિયર IPS મનોજ અગ્રવાલ DGP બન્યા વગર સપ્ટેમ્બર ૨૦૨૫ માં નિવૃત્ત થશે. જો વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્ટેન્શન ના મળે તો નવા DGP મનોજ અગ્રવાલ બની શકે છે. પછી સિનિયરમાં IPS સમશેરસિંહ પણ આવે છે, અત્યારે તેઓ ડેપ્યુટેશન ઉપર હોવાથી તેમની DGP બનવાની સંભાવના નહીવત છે. પછી સિનિયરમાં IPS ડૉ. KLN રાવ પણ આવી શકે છે.

Vikas Sahay 30 જુને થશે નિવૃત્ત, રાજ્ય સરકાર આપી શકે છે એક્સટેન્શન!

ગુજરાતના DGP વિકાસ સહાય 30 જૂને સેવા નિવૃત થવા જઈ રહ્યા છે. તેઓ સાથે ગુજરાત રાજ્યમાં બે સિનિયર IPS ઓફિસર સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેમાં વિવેક શ્રીવાસ્તવ અને વિકાસ સહાયનો સમાવેશ થાય છે. રાજ્યમાં નવા પોલીસ વડાની નિમણૂક અંગે ચર્ચાઓ તેજ બની છે. વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ હવે સરકાર નવા DGP માટે કાર્યવાહી શરૂ કરશે. પોલીસ વડાનું સ્થાન કોણ સંભાળશે તેને લઈને હવે અટકળો તેજ થઇ રહી છે.

Published on: 29th June, 2025

અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે… શુભાંશુ શુક્લાએ PM મોદી સાથેની કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે કરવામાં આવેલી વાતચીત દરમિયાન અનેક રોચક પ્રશ્નો કર્યા અને તેમને ભારતની નવી પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્યા. શુક્લાએ જણાવ્યું કે અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે અને તેને જોવા એક અનોખો અનુભવ છે. પીએમએ ગાજરના હલવા વિશે પૂછતાં શુક્લાએ હસતાં જવાબ આપ્યો કે તેઓ મગ અને ગાજરનો હલવો સાથે લાવ્યા છે અને તમામ સાથીઓ સાથે શેર કર્યો છે. પૃથ્વીની 400 કિમી ઉંચાઈએ પૃથ્વી પરિભ્રમણ કરતી આ યાત્રાને તેઓ ફક્ત પોતાનું નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ ગણાવે છે. તેમણે જણાવ્યું કે તેઓ પ્રતિ કલાકે લગભગ 28,000 કિમીની ઝડપે આગળ વધી રહ્યા છે અને દિવસે 16 વખત સૂર્યોદય-સૂર્યાસ્તનો અનુભવ કરે છે. પીએમએ આ યાત્રાને "ધરતી માતાની પરિક્રમા" ગણાવી અને શુભાંશુને અભિનંદન પાઠવ્યા.

જાહ્નવી ડાંગેતી - નાસાના અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય

જાહ્નવી ડાંગેતી, 23 વર્ષીય યુવતી આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના રહેવાસી છે, જેને વર્ષ 2029માં અમેરિકાના ટાઇટન્સ સ્પેસ મિશન માટે પસંદ કરવામાં આવી છે. આ મિશનમાં તે પૃથ્વીની બે વાર પરિક્રમા કરશે અને ત્રણ કલાક શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરશે. તેણે પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને નાસાના વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. તેને નાસા અને ISRO તરફથી અનેક પુરસ્કારો મળ્યા છે. 2026માં તે અવકાશ યાત્રા માટે તાલીમ લેશે. બાળપણથી જ અવકાશવિજ્ઞાન પ્રત્યે તેની જિજ્ઞાસા હતી, જે હવે સાકાર થવા જઈ રહી છે.

Published on: 25th June, 2025

Axiom Mission4 ISS આવતીકાલે લોન્ચ થશે
Axiom Mission4 ISS આવતીકાલે લોન્ચ થશે

NASAએ પુષ્ટિ આપી છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક્સિઓમ મિશન 4 (એક્સ-4) હવે 25 જૂને લોન્ચ થવાનું છે. ભારતીય વાયુસેનાના પાઇલટ શુભાંશુ શુક્લા મિશનના પાઇલટ હશે. તેમની સાથે પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ પણ હશે. NASA, Axiom Space અને SpaceX આવતીકાલે બપોરે 12:01 વાગ્યે ISS માટે ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કરશે.

Published on: 24th June, 2025

newskida .in
  • About Us
  • Privacy Policy
  • Terms of Use

© 2025 News Kida. All rights reserved.