હિંમતનગર સિવિલમાં ત્રણ વર્ષમાં 12 હજાર યુનિટ રક્તદાન:125 કેમ્પ દ્વારા એકત્રિત રક્તથી સગર્ભા માતા સહિત અનેક દર્દીઓને મળી મદદ
Published on: 13th June, 2025
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 12,000થી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું છે. 2023માં 3,447 યુનિટ, 2024માં 4,634 યુનિટ અને 2025ના મે સુધીમાં 3,530 યુનિટ ભેગા થયા છે. 125 રક્તદાન કેમ્પ યોજાયા છે. 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ છે, જેનો ઉદ્દેશ રક્તદાન પર જાગૃતિ લાવવાનો છે. રક્તનો ઉપયોગ સગર્ભા માતાઓ, દર્દીઓ, ઓપરેશન કેસ, ICU, બાળકો, ડાયાલિસિસ અને TB દર્દીઓની સારવાર માટે થાય છે. ભ્રામક માન્યતાઓ દૂર કરીને વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.