WhatsApp માં મેસેજ વાંચ્યા વગર મળશે જાણકારી, જાણો નવા ફીચર વિશે
Published on: 15th June, 2025
WhatsApp એ એક નવા ફીચરનું પરીક્ષણ શરૂ કર્યું છે જે યુઝર્સને વાંચ્યા વિના બધા મેસેજ મેળવવાની મંજૂરી આપશે. આ મેટા A I દ્વારા કામ કરશે. WABetaInfo ના રિપોર્ટ અનુસાર, આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.25.18.18 માં રિલીઝ કરવામાં આવ્યું છે જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
Meta AI હવે વોટ્સએપ પર ન વાંચેલા મેસેજનો સારાંશ તૈયાર કરશે. આ ફીચરનો ફાયદો એ થશે કે જો તમે ચેટમાં ઘણા મેસેજ ચૂકી ગયા છો, તો એક બટન દબાવવાથી તમને આખા મેસેજનો સારાંશ મળશે, તે પણ કોઈપણ મેસેજ ખોલ્યા વિના.તે કેવી રીતે કામ કરશે ?
બીટા ટેસ્ટર્સ 'પ્રાઇવેટ પ્રોસેસિંગ';સેટિંગ ઓન કરીને આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. એકવાર તે ચાલુ થઈ જાય પછી, જ્યારે પણ ચેટમાં ઘણા બધા ન વાંચેલા મેસેજ હશે, ત્યારે યુઝર્સને એક ખાસ બટન દેખાશે. તેના પર ટેપ કરવાથી, મેટા તે મેસેજોનો સારાંશ બનાવશે.
ડેટા સંપૂર્ણ પણે પ્રાઇવેટ રહેશે વોટ્સએપનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા 'પ્રાઇવેટ પ્રોસેસિંગ' હેઠળ થાય છે, જેમાં ડેટા ન તો વોટ્સએપ સર્વર પર જાય છે અને ન તો મેટા સુધી પહોંચે છે. આનો અર્થ એ છે કે તમારી વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ખાનગી અને સુરક્ષિત રહે છે. મેટા પણ જાણી શકતું નથી કે યુઝર્સે શું વિનંતી કરી છે.
આ સુવિધા ઓપ્સન્લ છે
જો તમે A I ની મદદ લેવા માગતા નથી, તો તમે તેને બંધ પણ કરી શકો છો. તે સંપૂર્ણપણે યુઝર્સની ઇચ્છા પર આધાર રાખે છે. મેટા લેખન સહાય નામની બીજી A I સુવિધા પર પણ કામ કરી રહ્યું છે. આ સુવિધા સાથે યુઝર્સ તેમના મેસેજને ફરીથી લખી શકે છે, તેમનો શબ્દો બદલી શકે છે અને તેને વધુ સ્પષ્ટ કરી શકે છે. આ ખાસ કરીને વ્યાવસાયિક અથવા સંવેદનશીલ વાતચીતમાં ઉપયોગી થઈ શકે છે.

સ્ટેટસમાં પણ નવો ફેરફાર

WhatsAppએ સ્ટેટસ સેક્શન પણ અપડેટ કર્યું છે. હવે યુઝર્સ Instagram Stories ની જેમ જ તેમના ફોટો અથવા વીડિયો સ્ટેટસમાં ગીત, સ્ટીકરો અને અન્ય બીજી ઘણી વસ્તુઓ એડ કરી શકાશે. WhatsApp નું આ નવું Meta AI ફીચર એવા લોકો માટે ખાસ બની શકે છે જેઓ ઘણા બધા મેસેજથી હેરાન થાય છે.