ગુજરાતના ખેડૂતો માટે બિનમુલ્ય વન સ્ટોપ સેવા કેન્દ્ર: આઈ-ખેડૂત પોર્ટલ 2.0
Published on: 07th May, 2025
ગુજરાત સરકારે ખેડૂત કલ્યાણ માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ 2.0’ લોન્ચ કર્યો છે, જે ટેકનોલોજી દ્વારા ખેતી, બાગાયત, પશુપાલન અને મત્સ્યોદ્યોગ સંબંધિત તમામ યોજનાઓનું એકત્રિત પ્લેટફોર્મ છે. પોર્ટલ પરથી ખેતી સંબંધિત સહાય પૂરી પાડવી છે અને ખેડૂતોને સરળતાથી ઓનલાઈન યોજનાઓ માટે અરજી કરવાની, ધિરાણ, સાધન સામગ્રી, બજારભાવે અને હવામાનની માહિતી મેળવવાની સુવિધા મળી રહી છે. આ પોર્ટલથી ખેડૂતોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે છે, સમય-પૈસા બચે છે અને પ્રશ્નોના નિરાકરણ સરળતાથી થાય છે, જે કૃષિ વિકાસમાં સારો ફાળો આપે છે.