ઇલોન મસ્કનું નવું સાહસ એક્સ મની (X Money) લોન્ચ થવાની તૈયારીમાં.
ઇલોન મસ્કનું નવું સાહસ એક્સ મની (X Money) લોન્ચ થવાની તૈયારીમાં.
Published on: 18th March, 2026

અમેરિકન અબજોપતિ ઇલોન મસ્ક, ટેકનોલોજીકલ સાહસો અને ટ્વીટર (Twitter) પછી, હવે 'સુપર એપ' બનાવવાના ધ્યેય સાથે X Money લોન્ચ કરશે. 2022માં 44 અબજ ડોલરમાં ટ્વીટર (Twitter) ખરીદ્યા પછી, મસ્કનું આ એક વધુ મક્કમ પગલું છે. એક્સ મની ફીચર એક્સ પ્લેટફોર્મ પર ઇન-એપ પેમેન્ટ્સ સિસ્ટમ તરીકે કામ કરશે. લોકો આ ફીચરની મદદથી એક્સ પ્લેટફોર્મ પરથી જ અન્ય યૂઝરને નાણાં મોકલી શકશે કે તેમની પાસેથી નાણાં મેળવી શકશે. એનો અર્થ એ થયો કે થોડા સમયમાં એક્સ પ્લેટફોર્મ પર મેસેજ, ઇમેજ કે વીડિયો જેવા કન્ટેન્ટની આપલેની સાથોસાથ નાણાંની આપલે પણ શક્ય બનશે.