એન્ડ્રોઇડમાં જૂની ફેવરિટ ગેમ્સ શોધવા માટે સરળ રીત
એન્ડ્રોઇડમાં જૂની ફેવરિટ ગેમ્સ શોધવા માટે સરળ રીત
Published on: 04th October, 2026

જો તમે વર્ષોથી એન્ડ્રોઇડ ફોન વાપરતા હોવ અને ઘણી એપ્સ, ગેમ્સ ઇન્સ્ટોલ કરીને અનઇન્સ્ટોલ કરી દીધી હોય, તો હવે તે જૂની ગેમ્સ શોધવી ખૂબ જ સરળ છે. ગૂગલ પ્લે સ્ટોર તમારી અગાઉ ઇન્સ્ટોલ કરેલી તમામ એપ્સ અને ગેમ્સની યાદી જાળવે છે. પ્લે સ્ટોર ઓપન કરીને, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો, પછી ‘મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ’ અને ‘મેનેજ’ ટેબમાં જાઓ. ત્યાં ‘નોટ ઇન્સ્ટોલ્ડ’ વિકલ્પ પસંદ કરો અને તમે અગાઉ ઇન્સ્ટોલ કરેલી બધી ગેમ્સ શોધી શકશો. એકથી વધુ Google એકાઉન્ટ્સ હોય તો બધા એકાઉન્ટ્સ તપાસવા જરૂરી છે.