યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં ગુજરાતી વિદ્યાર્થીઓની પ્રભાવશાળી સિદ્ધિ
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં ગુજરાતી વિદ્યાર્થીઓની પ્રભાવશાળી સિદ્ધિ
Published on: 19th June, 2026

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસના ગ્રેજ્યુએશન કાર્યક્રમમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. કુલ 2500 વિદ્યાર્થીઓના પાસિંગ આઉટમાં 70% થી વધુ ભારતીય મૂળના, જેમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ હતી. આ દીક્ષાંત સમારોહમાં અનેક વિદ્યાર્થીઓને વિશ્વની અગ્રણી કંપનીઓ દ્વારા ઉચ્ચ પગાર સાથે જોબ ઓફર મળી, જે શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ છે. સુરતના ઉદ્યોગપતિ યોગી પટેલની પુત્રીએ પણ યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.