માનવસમાજ વિશ્વનું મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ
માનવસમાજ વિશ્વનું મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ
Published on: 07th June, 2026

જગતના ૧૯૩ રાષ્ટ્રોને માનવસમાજનું મેનેજમેન્ટ કરતા આવડયું નથી. હાલમાં ૮૩૦ કરોડની વસતી ધરાવતા જગતની વસતી ૦.૮૬ ટકાના દરથી વધે છે. પરંતુ જગતનું અર્થકારણ સરાસરી ૩ ટકાના દરથી આગળ વધી રહ્યું છે. એટલે જગતનું અર્થકારણ ખાડે નથી ગયું. તેથી માનવજાત માટે હજી જીવતા રહેવાની આશા છે પરંતુ જગતના રાષ્ટ્રો વચ્ચે પારાવાર અસમાનતા છે અને દરેક સમાજમાં સ્ટેટસની અસમાનતા તો છે જ.