કેનેડા PGP સ્પોન્સરશીપ બંધ: હવે માતા-પિતા માટે 'સુપર વિઝા' જ વિકલ્પ
કેનેડા PGP સ્પોન્સરશીપ બંધ: હવે માતા-પિતા માટે 'સુપર વિઝા' જ વિકલ્પ
Published on: 17th July, 2026

કેનેડા સરકારે ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP) હેઠળ નવા અરજી ફોર્મ સ્વીકારવાનું હાલ પૂરતું બંધ કર્યું છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) એ જણાવ્યું છે કે, ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ (Interest to Sponsor) ફોર્મ હવે આગામી આદેશ સુધી નહીં લેવાય. દેશમાં હાઉસિંગ કટોકટી અને જાહેર સુવિધાઓ પરનું દબાણ ઘટાડવા આ નિર્ણય લેવાયો છે. જૂની અરજીઓ પર પ્રક્રિયા ચાલુ રહેશે અને 2026 સુધીમાં 15,000 લોકોને PR આપવાનો લક્ષ્યાંક છે. હવે પરિવારને બોલાવવા માટે ‘સુપર વિઝા’ (Super Visa) એકમાત્ર વ્યવહારુ વિકલ્પ રહ્યો છે.