ઈટાલીમાં પ્રદર્શનકારીઓની લૂંટફાટ પર PM મેલોનીનો કડક નિર્ણય
ઈટાલીમાં પ્રદર્શનો દરમિયાન થતી હિંસા અને લૂંટફાટને નિયંત્રિત કરવા માટે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે કડક સુરક્ષા કાયદાને મંજૂરી આપી છે. નવા નિયમો મુજબ, સગીર ગુનેગારોના માતા-પિતાને નુકસાન ભરપાઈ માટે જવાબદાર ગણાશે. જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરનારને 5 વર્ષ સુધીની જેલ અને 20 હજાર યુરો સુધીનો દંડ થઈ શકે છે. હિંસા રોકવા મિલાનમાં 500 સૈનિકો તૈનાત કરાશે.
