સતત ચિંતા કરનાર જીવનસાથી સાથે સુમેળભર્યું જીવન જીવવાની રીતો
સતત ચિંતા કરનાર જીવનસાથી સાથે સુમેળભર્યું જીવન જીવવાની રીતો
Published on: 23rd September, 2026

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં ચિંતાએ સૌના જીવનનો એક ભાગ બની ગઈ છે. જોકે, કોઈ વ્યક્તિ સતત ચિંતાગ્રસ્ત રહે તો તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે, જે જીવનસાથીના સંબંધોમાં પણ તણાવ પેદા કરી શકે છે. સતત ચિંતા એંગ્ઝાઇટી ડિસઓર્ડર (Anxiety Disorder) તરફ દોરી શકે છે, જેમાં વ્યક્તિ ભવિષ્યની નકારાત્મક ઘટનાઓના ડરમાં જીવે છે. આવી સ્થિતિમાં, જીવનસાથીના ડરને સમજવો, તેમને હકીકત અને કાલ્પનિકતા વચ્ચેનો ભેદ સમજાવવો, અને ધીરજ તથા સહાનુભૂતિ સાથે સામનો કરવો જરૂરી છે.