યમનના હૂતી વિદ્રોહી: મોંઘવારી અને ભ્રષ્ટાચારમાંથી ઉભરેલું ખતરનાક સંગઠન
યમનના હૂતી વિદ્રોહી: મોંઘવારી અને ભ્રષ્ટાચારમાંથી ઉભરેલું ખતરનાક સંગઠન
Published on: 30th September, 2026

સાઉદી અરબ પર હૂતી વિદ્રોહીઓના હુમલા બાદ ફરી વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. આ વિદ્રોહી સંગઠન યમનમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી ઉભરી આવ્યું હતું. ૧૯૯૦માં શિયા ઇસ્લામવાદી મનાતા હૂતી સંગઠનની સ્થાપના જૈદી શિયા ધાર્મિક નેતા હુસેન બદરદીન અલ હૂતીએ કરી હતી. યમનની નબળી રાજકીય અને આર્થિક પરિસ્થિતિનો લાભ ઉઠાવીને, તેઓ ૨૦૧૫માં રાજધાની સના પર કબજો કરવામાં સફળ રહ્યા. હૂતીઓ લેબેનોનના હિજબુલ્લાહથી પ્રેરિત છે અને ઇરાન દ્વારા સમર્થિત હોવાનું મનાય છે.