બ્રિટિશ રોયલ નેવીના ડ્રોનમાં ચીનની ઘૂસણખોરી
બ્રિટિશ રોયલ નેવીના ડ્રોનમાં ચીનની ઘૂસણખોરી
Published on: 11th August, 2026

બ્રિટિશ રોયલ નેવીમાં વપરાતા કે-૩ સ્કાઉટ ઓબ્ઝર્વેશન્સ ડ્રોનમાં ચીનની ઘૂસણખોરીનો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રોનના કેમેરા ચીની IP એડ્રેસ પર સંવેદનશીલ ડેટા મોકલી રહ્યા હતા. આ ડ્રોન અત્યંત સુરક્ષિત વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા હતા, જેના કારણે ડેટા લીક થવાની ગંભીર સંભાવના છે. કેમેરાના અમુક ભાગો ચીનમાં બનેલા હોવાનું જણાયું છે અને તે ડિવાઇસ બંધ થયા પછી પણ સક્રિય રહેતા હતા. આ ખુલાસા બાદ બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે ડ્રોન્સમાંથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી હટાવી દીધી છે. આ ઘટનાએ બ્રિટિશ સંરક્ષણ વિભાગમાં હડકંપ મચાવી દીધો છે.