જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર હાશિમ મૂસાનું એન્કાઉન્ટર: સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર હાશિમ મૂસાનું એન્કાઉન્ટર: સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ
Published on: 30th September, 2026

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાશિમ મૂસાને ઠાર માર્યો. આ ઓપરેશન 'કોરાગ' નામ આપવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સામે અથડામણ થઈ, જેમાં મૂસા માર્યો ગયો. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે અને અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં આ પાંચમો આતંકી માર્યો ગયો છે.