પાકિસ્તાનની ત્રણેય સેનાનું સુકાન આસિમ મુનીરને સોંપાયું, નવા સૈન્ય કાયદાઓને કેબિનેટની મંજૂરી.
પાકિસ્તાનની ત્રણેય સેનાનું સુકાન આસિમ મુનીરને સોંપાયું, નવા સૈન્ય કાયદાઓને કેબિનેટની મંજૂરી.
Published on: 20th August, 2026

પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે દેશની સૈન્ય કમાનના માળખામાં મોટા ફેરફારો કરવા તરફ એક પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 'ડિફેન્સ ફોર્સિસ એક્ટ 2026' અને 'નેશનલ કમાન્ડ ઓથોરિટી એક્ટ 2010'માં સુધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયો 27મા બંધારણીય સુધારા હેઠળ લાવવામાં આવેલા સૈન્ય સુધારાને કાનૂની માળખું પૂરું પાડવા માટે લેવાયા છે. આ ફેરફારો સેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચેની કમાન વ્યવસ્થામાં મોટો બદલાવ લાવશે અને સૈન્ય નેતૃત્વની શક્તિઓમાં વધારો થશે.