રશિયાની પ્લેગ લેબ વૈજ્ઞાનિકનું રહસ્યમય ઇન્ફેક્શનથી મૃત્યુ
રશિયાની પ્લેગ લેબ વૈજ્ઞાનિકનું રહસ્યમય ઇન્ફેક્શનથી મૃત્યુ
Published on: 06th October, 2026

સાઇબિરીયાની અતિસંવેદનશીલ પ્લેગ રિસર્ચ લેબોરેટરીમાં કામ કરતી ૨૮ વર્ષીય મહિલા લેબ ટેકનિશિયન દાર્યા શિપિલોવાનું અજ્ઞાત ન્યુમોનિયાથી મૃત્યુ થયું. આ ઘટના બાદ ડઝનબંધ લોકોને આઇસોલેશનમાં અને ૨૦૦ લોકોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. શેલેખોવ શહેરની 'ઇર્કુત્સ્ક રિસર્ચ એન્ટી-પ્લેગ ઇન્સ્ટિટયૂટ' સાથે જોડાયેલ આ મૃત્યુને કારણે સ્થાનિક હોસ્પિટલ ક્વોરેન્ટાઇન કરાઈ છે. રશિયન સંસ્થાઓ લેબ અકસ્માતનો ઇનકાર કરી રહી છે, પરંતુ WHO પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.