રાજકોટમાં 8 દિવસના વિરામ બાદ મેઘમહેર
રાજકોટમાં 8 દિવસના વિરામ બાદ મેઘમહેર
Published on: 15th July, 2026

રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. અષાઢી બીજના આગલા દિવસે પડેલા વરસાદથી શહેર અને અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશ છે, કારણ કે આગામી વાવેતર માટે આ વરસાદ લાભદાયી બનશે. જોકે, યુનિવર્સિટી રોડ પર વરસાદ દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થતાં વાહનોને નુકસાન થયું હતું, જેના પગલે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.