સુરતના ખાડીઓ પરના દબાણો દૂર કરવા કન્સલ્ટન્ટ એજન્સીનો રિપોર્ટ સરકારને સુપરત થશે
સુરતના ખાડીઓ પરના દબાણો દૂર કરવા કન્સલ્ટન્ટ એજન્સીનો રિપોર્ટ સરકારને સુપરત થશે
Published on: 13th October, 2026

સુરત શહેરમાં ચોમાસા દરમિયાન ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા ખાડીઓ પર થયેલા ગેરકાયદે દબાણો અને પાણીના પ્રવાહમાં અવરોધો અંગે સુધારેલો પ્રાથમિક સર્વે રિપોર્ટ આવતીકાલે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. અગાઉના રિપોર્ટમાં ક્ષતિઓ જણાતાં નવેસરથી બાથિમેટ્રિક સર્વે કરાયો હતો, જે હવે પૂર્ણ થયો છે. આ રિપોર્ટના આધારે દબાણો દૂર કરવા અને ખાડી વિસ્તરણ અંગે મોટા નિર્ણયો લેવાઈ શકે છે.