દિવાળી પહેલા દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું
દિવાળીના તહેવાર પહેલા દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે, જેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 233 પર પહોંચ્યો છે. આ 'ખરાબ' શ્રેણીમાં આવતા GRAP-1ના નિયંત્રણો તાત્કાલિક લાગુ કરવામાં આવ્યા છે. હોટેલોમાં કોલસાના ઉપયોગ અને ડીઝલ જનરેટર પર પ્રતિબંધ મૂકાયો છે, જ્યારે બાંધકામ સ્થળો પર મોનિટરિંગ વધારાયું છે.
