નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો.
નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો.
Published on: 05th May, 2026

૨૦૨૪ નતથા ૨૦૨૫માં ઊંચા મૂલ્યાંકને પોતાની હસ્તકના શેરોમાંથી આંશિક શેરોનું વેચાણ કરી ચૂકેલા અનેક કંપનીઓના પ્રમોટરોએ ૨૦૨૬માં શેરોની ખરીદી શરૂ કરી હોવાનું જોવા મળી રહ્યું છે.એક રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે દેશમાં ૪૭૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓમાંથી ૭૦૦ જેટલી કંપનીના પ્રમોટરોએ વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં પોતાના હોલ્ડિંગમાં વધારો કર્યો છે. નીચા વેલ્યુએશને પ્રમોટરો હોલ્ડિંગમાં વધારો કરી રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટીસ, ચમ્બલ ફર્ટિલાઈઝર્સ સહિતની કેટલીક કંપનીઓ તો છેલ્લા ચાર ત્રિમાસિકથી હોલ્ડિંગમાં વધારો કરી રહી છે.