MCX પર ચાંદી ₹2,40,000 પાર, સોનું ₹1,55,000 વટાવી ગયું
MCX પર ચાંદી ₹2,40,000 પાર, સોનું ₹1,55,000 વટાવી ગયું
Published on: 12th August, 2026

દેશના વાયદા બજાર (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી (Silver) MCX પર 4700 રૂપિયાથી વધુ વધીને ₹2,40,000 ની સપાટીને પાર કરી ગઈ છે. 04-Sep-26 ના વાયદા કોન્ટ્રાક્ટમાં ₹2,40,449 નો હાઇ નોંધાયો છે. બીજી તરફ, સોના (Gold) ના 05-Oct-26 વાયદા કોન્ટ્રાક્ટમાં પણ તેજી જોવા મળી રહી છે, જે ₹1,55,000 ની મહત્વપૂર્ણ સપાટીને વટાવી ગયું છે. સોનામાં 1325 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.