સપ્તાહ અંતે બિટકોઈનમાં તેજી
સપ્તાહ અંતે બિટકોઈનમાં તેજી
Published on: 20th September, 2026

સપ્તાહના અંતે બિટકોઈનમાં મજબૂત તેજી જોવા મળી, ભાવ ૮૧૦૦૦ ડોલરની સપાટી વટાવી ગયો. શોર્ટ પોઝિશનના ફરજિયાત લિક્વિડેશન અને નવી સ્પોટ માગને કારણે ભાવને ટેકો મળ્યો. ગુરુવારે ૭૬૫૦૦ ડોલર સુધી ગયા બાદ શુક્રવારે મોડી સાંજે બિટકોઈન ૮૧૦૦૦ ડોલરને પાર પહોંચ્યો. અમેરિકામાં સ્પોટ બિટકોઈન ETFs માં ૧૫.૯૦ કરોડ ડોલરનો ઈન્ફલો જોવા મળ્યો. આ રેલીમાં અંદાજે ૧૯.૨૦ કરોડ ડોલરની ક્રિપ્ટો પોઝિશન લિક્વિડેટ થઈ, જેમાં મોટાભાગની શોર્ટ પોઝિશન હતી.