ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું, T-20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત
ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું, T-20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત
Published on: 17th June, 2026

ભારતે વુમન્સ T-20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ્સને 95 રન જેવા મોટા અંતરથી હરાવી દીધું. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા, જે આ ટૂર્નામેન્ટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર છે. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 17.3 ઓવરમાં માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમની જીતમાં સ્મૃતિ મંધાના (74) અને શેફાલી વર્મા (55) ની શાનદાર અડધી સદીઓ, સાથે શ્રી ચરણી (4 વિકેટ) અને શેફાલી વર્મા (3 વિકેટ) ની બોલિંગ પ્રદર્શન નોંધપાત્ર રહ્યું.