જૂનાગઢના 850 ખેલાડીઓ રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ભાગ લેશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષાની 10થી વધુ રમતોની સ્પર્ધાઓ પૂર્ણ થઈ છે. રગ્બી, જુડો, કુસ્તી, આર્ચરી, બેડમિન્ટન સહિતની રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 850 ખેલાડીઓ હવે રાજ્યકક્ષાએ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધાઓનો ઉદ્દેશ્ય સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો છે.
