Menu
મનોદિવ્યાંગ ખેલાડીઓએ રમતમાં દબદબો લગાવ્યો, 19 મેડલ સહિત 4 ગોલ્ડ જીત્યા
મનોદિવ્યાંગ ખેલાડીઓએ રમતમાં દબદબો લગાવ્યો, 19 મેડલ સહિત 4 ગોલ્ડ જીત્યા
Published on: 13th May, 2025

રાજ્યકક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.0માં બોટાદના મનોદિવ્યાંગ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. "સ્નેહનું ઘર" સંસ્થાના ખેલાડીઓએ કુલ 19 મેડલ જીત્યાં જેમાં 4 ગોલ્ડ, 9 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ શામેલ છે. આ સફળતાથી આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ દ્વારા આનંદ અને ગર્વની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે, જે મનોદિવ્યાંગ ખેલાડીઓના પ્રતિભા અને મહેનતનું પ્રતિક છે.