BCAએ સ્પિનર ભાર્ગવ ભટ્ટની 100મી ફર્સ્ટ ક્લાસ મેચની ઉજવણી કરી, કિરણ મોરેએ સન્માન કર્યું
વડોદરા ખાતે બરોડા અને બિહાર વચ્ચે રણજી ટ્રોફી મેચ પહેલાં, સ્પિનર ભાર્ગવ ભટ્ટની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ નિમિત્તે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ ભાર્ગવ ભટ્ટને વિશેષ કેપ અને સ્મૃતિચિહ્ન એનાયત કર્યું. BCA પ્રમુખ પ્રણવ અમીને આ સિદ્ધિને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ગણાવી.
