2027 વર્લ્ડ કપમાં ભારતનો વિકેટકીપર કોણ?
2027 વર્લ્ડ કપમાં ભારતનો વિકેટકીપર કોણ?
Published on: 06th August, 2026

2027 ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં કેએલ રાહુલ મુખ્ય વિકેટકીપર રહેશે. પરંતુ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસન, ઋષભ પંત અને ઈશાન કિશન વચ્ચે જોરદાર સ્પર્ધા છે. હાલના ફોર્મ અને તાજેતરની મેચોના આધારે ઈશાન કિશન સૌથી પ્રબળ દાવેદાર જણાય છે. સુનીલ ગાવસ્કરે પણ ઈશાન કિશનને ટેકો આપ્યો છે, જ્યારે રવિ શાસ્ત્રીએ ઋષભ પંતનું નામ સૂચવ્યું છે. સંજુ સેમસનની વનડે કારકિર્દી T20 પર વધુ કેન્દ્રિત હોવાથી તેની સંભાવના ઓછી છે.