હર્ષિત રાણા ભારતીય ટીમમાં સામેલ: અફઘાનિસ્તાન સામે છેલ્લી વન-ડે રમી શકે
હર્ષિત રાણા ભારતીય ટીમમાં સામેલ: અફઘાનિસ્તાન સામે છેલ્લી વન-ડે રમી શકે
Published on: 19th June, 2026

ઝડપી બોલર હર્ષિત રાણાને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. BCCI અનુસાર, રાણાએ સેન્ટર ઑફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન પૂર્ણ કર્યું છે અને ચેન્નઈમાં ટીમ સાથે જોડાયો છે. 20 જૂને ચેપોક સ્ટેડિયમમાં રમાનારી છેલ્લી વન-ડેમાં તે ભાગ લઈ શકે છે. ભારત હાલમાં 3 મેચની સિરીઝમાં 2-0 થી આગળ છે. રાણાના સમાવેશથી ભારતીય પેસ એટેક મજબૂત બનશે, કારણ કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આ સિરીઝમાં રમી રહ્યા નથી. T20 World Cup પહેલા ઈજાગ્રસ્ત થયેલો રાણા હવે ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમમાં સ્થાન પામ્યો છે.