અમદાવાદમાં કોમનવેલ્થ થી લઈ ઓલિમ્પિકને લઈ લાલ કિલ્લા પરથી PM મોદીએ મોટી વાત કરી
અમદાવાદમાં કોમનવેલ્થ થી લઈ ઓલિમ્પિકને લઈ લાલ કિલ્લા પરથી PM મોદીએ મોટી વાત કરી
Published on: 15th August, 2026

આઝાદીના 80માં વર્ષ નિમિત્તે લાલ કિલ્લા પરથી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036 ઓલિમ્પિક માટે દેશભરમાં ટેલેન્ટ હંટની જાહેરાત કરી. તેઓએ જણાવ્યું કે, સરકાર ગામડે ગામડે જઈ રમત પ્રતિભાઓની શોધ કરશે અને તેમને તાલીમ આપશે. આ સાથે, પીએમ મોદીએ પુષ્ટિ કરી કે ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે, જે અમદાવાદમાં યોજાશે. આનાથી રમતગમતમાં ભારતની ધાક વધુ મજબૂત થશે અને યુવાનોને આગળ વધવાની નવી તકો મળશે.