વડોદરાના ધનોરા ગામે સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાયો
વડોદરાના ધનોરા ગામે સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાયો
Published on: 30th September, 2026

કરજણ તાલુકાના ધનોરા ગામે રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી, પારદર્શી અને ઝડપી ધોરણે મળે તે હેતુથી સેવાસેતુ 2.1 ગ્રામ્ય કાર્યક્રમ યોજાયો હતો. ધનોરા, બામણગામ, માંગલેજ, કંડારી અને ગણપતપુરા ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો હતો. આધારકાર્ડ, રેશનકાર્ડ, PMJAY-મા કાર્ડ, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, આવક, જાતિ, નોન-ક્રિમિલેયર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો, મિલકત આકરણી, જન્મ-મરણ-લગ્ન નોંધણી, બસ પાસ કનેક્શન, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, કુટુંબ સહાય, કસ્તુરબા પોષણ સહાય, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.