‘મફત’ સોશિયલ મીડિયાનો ગંદો ખેલ!
‘મફત’ સોશિયલ મીડિયાનો ગંદો ખેલ!
Published on: 06th August, 2026

નરેન્દ્ર મોદીનો વીડિયો બ્લોક કરવા અને પૈસા લઈને વિવાદિત ક્ધટેન્ટ વાયરલ કરવાના આરોપમાં સરકારના કડક વલણ બાદ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે માફી માંગી છે. સંસદીય સમિતિએ મેટાને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે પૈસા લઈને ચોક્કસ પ્રકારના નેગેટિવ અને ભ્રામક ક્ધટેન્ટને પ્રમોટ કરવા અને ટેકનિકલ ખામીઓ સર્જવાના કિસ્સામાં કંપનીઓ "મધ્યસ્થ" તરીકે મળતી કાનૂની છૂટછાટનો દાવો કરી શકે નહીં. બાળકોની ઓનલાઈન સુરક્ષા અને ડીપફેક રોકવા માટે ભારત સરકાર કડક કાયદાકીય માળખું તૈયાર કરી રહી છે.