ગૂગલનું લોકપ્રિય સોશિયલ નેટવર્ક ઓરકૂટ ફરી લોન્ચ થશે
ગૂગલનું લોકપ્રિય સોશિયલ નેટવર્ક ઓરકૂટ ફરી લોન્ચ થશે
Published on: 10th October, 2026

૨૦૦૦ના દાયકામાં ભારતમાં લોકપ્રિય થયેલ ગૂગલના સોશિયલ નેટવર્ક ઓરકૂટને ફરીથી લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. તેના ફાઉન્ડર ઓરકૂટ બ્યૂયુકોક્ટેએ આ માટે અભિયાન શરૂ કર્યું છે, જેનો હેતુ વર્તમાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંબંધો કરતાં વધુ ધ્યાન ખેંચવા અને AI કન્ટેન્ટના પડકારોનો સામનો કરવાનો છે. આ અભિયાનને ૨ લાખથી વધુ યુઝર્સનું સમર્થન મળ્યું છે, જેમાં ૧૧૫ દેશોના ૨.૬૬ લાખથી વધુ લોકોએ તેને ફરી શરૂ કરવા માટે વોટ આપ્યો છે. ગૂગલે ૨૦૦૪માં ઓરકૂટ શરૂ કર્યું હતું અને ૨૦૧૪માં તેને બંધ કર્યું હતું.