ઓક્સિજનની અસરો શોધનાર: Antoine Lavoisier નું યોગદાન
ઓક્સિજનની અસરો શોધનાર: Antoine Lavoisier નું યોગદાન
Published on: 03rd October, 2026

પૃથ્વી પર જીવનના અસ્તિત્વનો મુખ્ય આધાર ઓક્સિજન છે. ધાતુઓનું કાટ લાગવું, દહન પ્રક્રિયા અને ઊર્જા ઉત્પાદનમાં તેની ભૂમિકા સહિત અનેક અસરો ઓક્સિજન સાથે જોડાયેલી છે. આ તમામ મહત્વપૂર્ણ શોધો મહાન વૈજ્ઞાનિક Antoine Lavoisier દ્વારા કરવામાં આવી હતી. તેમણે રસાયણશાસ્ત્રના પાયામાં નોંધપાત્ર ફાળો આપ્યો. 26 ઓગસ્ટ, 1743 ના રોજ પેરિસમાં જન્મેલા Lavoisier, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને ગણિતના અભ્યાસુ હતા. ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય તરીકે, તેમણે ઓક્સિજન પરના તેમના કાર્યોથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. 1794 માં ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, તેમને દેશદ્રોહી જાહેર કરી ફાંસી આપવામાં આવી.