મોબાઇલના કેમેરાથી કુદરત, લોકજીવન અને ધરોહરનું અનોખું ચિત્રણ
મોબાઇલના કેમેરાથી કુદરત, લોકજીવન અને ધરોહરનું અનોખું ચિત્રણ
Published on: 23rd September, 2026

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગરની સહાયથી ભાવનગરના તસવીરકાર દિપક શાંતિલાલ સોલંકી (ગોપાલ માળી) દ્વારા "મોબાઇલની નજરે" શીર્ષક હેઠળ છબીકલા પ્રદર્શન યોજાશે. કુદરતની ક્ષણો, પશુ-પક્ષી, ગ્રામ્ય-શહેરી જીવન, ગુજરાતની ધરોહર, સ્થાપત્ય અને રોજિંદા જીવનની અણદીઠી ઝલક મોબાઇલ કેમેરાથી ખેંચાયેલી 30 કલાત્મક તસવીરોમાં પ્રસ્તુત કરાશે. આ પ્રદર્શન 3, 4, 5 ઓક્ટોબર દરમિયાન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર ખાતે યોજાશે.