એક્સોપ્લેનેટમાંથી આવતા રેડિયો સિગ્નલ્સની શોધમાં ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી
એક્સોપ્લેનેટમાંથી આવતા રેડિયો સિગ્નલ્સની શોધમાં ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી
Published on: 24th September, 2026

સોલર સિસ્ટમની બહારના એક ગ્રહ પરથી સીધા આવી રહેલા રેડિયોસિગ્નલ શોધવામાં ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી છે. આ સિગ્નલ એલિયન્સ દ્વારા મોકલાયા નથી, પરંતુ એક્સોપ્લેનેટના ઔરોરાઓ (ધુ્રવીય પ્રકાશ)માંથી આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના MeerKAT રેડિયો ટેલિસ્કોપ દ્વારા સ્ટાર Beta Pictoris અને તેની આસપાસ ફરતા ગ્રહોનો અભ્યાસ કરતી વખતે આ શોધ થઈ. આનાથી ગ્રહોના મેગ્નેટિક ફીલ્ડ અને તેમની રચના સમજવામાં મદદ મળશે, તેમજ એક્સોપ્લેનેટ પર જીવનની સંભાવના શોધવા માટે નવી દિશાઓ ખુલી છે.