પોલીસ હેડક્વાર્ટરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ગણેશજીની સ્થાપના
પોલીસ હેડક્વાર્ટરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ગણેશજીની સ્થાપના
Published on: 15th September, 2026

ભુજ સ્થિત પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ખાતે આઝાદી પહેલાની ભવ્ય પરંપરા જાળવી રાખી, 81મી વખત ગણેશ ચતુર્થીના દિવસે દૂંદાળા દેવ ગણેશજીની સ્થાપના ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ અને ઢોલ-નગારાના નાદ સાથે થયેલી આ સ્થાપનામાં સશસ્ત્ર પોલીસ જવાનોએ ગણપતિ બાપાને સંપૂર્ણ સન્માન સાથે સલામી આપી. દેશ-રાજ્યમાં આવી પરંપરા જૂજ જોવા મળે છે, જે કચ્છ પશ્ચિમ પોલીસની અનોખી ઓળખ છે. આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.