અમૃતસરમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતોની પંજાબ CM ભગવંત માન સાથે રાજકીય બેઠક
અમૃતસરમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતોની પંજાબ CM ભગવંત માન સાથે રાજકીય બેઠક
Published on: 12th October, 2026

અમૃતસર ખાતે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતોએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ખાસ બેઠક યોજી હતી. આ મુલાકાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિશાળ ભક્તવર્ગને ધ્યાનમાં રાખીને, AAP દ્વારા 2027ની ચૂંટણી પહેલાં સામાજિક અને રાજકીય સમીકરણો ગોઠવવાની નવી વ્યૂહરચના તરીકે આ મુલાકાતને જોવામાં આવી રહી છે. આ બેઠક પાછળની રાજકીય વ્યૂહરચના અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.