જગન્નાથ રથયાત્રામાં ૧૫ હાથણી અને 'બાબુ' હાથી જોડાશે
જગન્નાથ રથયાત્રામાં ૧૫ હાથણી અને 'બાબુ' હાથી જોડાશે
Published on: 13th July, 2026

ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રામાં રૂપા, રૂપકલી સહિત ૧૫ હાથણી અને ગયા વર્ષે બેકાબૂ બનેલો 'બાબુ' હાથી જોડાશે. 'બાબુ'ને શાંત રાખવા માટે તેને લોકોની વચ્ચે રાખવામાં આવશે. રથયાત્રા દરમિયાન ગજરાજોને એક કલાકનો આરામ અપાશે અને તેમને શેરડી, ગોળ તથા ફ્રુટ્સનું ભોજન અપાશે. ગયા વર્ષે 'બાબુ' અવાજથી બેકાબૂ બન્યો હતો, ત્યારે અન્ય બે માદા હાથીઓએ તેને કાબૂ કર્યો હતો. આ વર્ષે, હાથીઓની સુરક્ષા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.